ગોધરા: શહેરના રીક્ષા ચાલકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, સહજાનંદ સોસાયટીમાં રહતા મહિલાને સોનાના દાગીના પરત કર્યા
આજના સમયમાં જ્યાં નાના સ્વાર્થ માટે લોકો સંબંધો અને નીતિમત્તા ભૂલી જાય છે, ત્યાં ગોધરાના એક રિક્ષા ચાલક ફિરદૌસ ભાઈ શકલા એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં, એક મહિલા રિક્ષામાં સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમથી ભરેલો પર્સ ભૂલી ગયા હતા. આટલી મોટી રકમ અને સોનાના દાગીના જોઈને કોઈ પણનું મન ડગી જાય, પરંતુ ફિરદૌસ ભાઈની ઈમાનદારી અડગ રહી. કોઈ પણ લોભ રાખ્યા વિના, તેમણે મહેનત કરીને મહિલાનું ઘર શોધ્યું અને તેની કિંમતી વસ્તુઓ સંપૂર્ણપણે સહ