આજે ગુરુવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં ધુમ્મસના કારણે પૂરતી વિઝિબિલિટી ના મળતા એક ફ્લાઇટ કેન્સલ અને અમદાવાદ આવતી–જતી કુલ 8 ફ્લાઈટો તેમના નિયત સમય કરતા કલાકો સુધી લેટ પડી હતી. લેટ આવી રહેલી ફ્લાઈટો અમદાવાદથી પણ કલાકો મોડે રવાના થતાં તેમનું શિડ્યૂલ ખોરવાયું હતું.