ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાલ કારખાના પાસે વસતા લોકોને લાંબા સમયથી પીવાના પાણી અંગે મુશ્કેલી પડી રહી છે. જેને લઇ કુંભારવાડા લાલ કારખાના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા. મનપા કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યા મામલે આવેદન આપી રજુઆત કરી હતી.