સતલાસણા: ધરોઈ ડેમથી 2000 ક્યૂસેક પાણી છોડાયું,નિચાણવાળા ભાગો એલર્ટ
સાંજે 7 કલાકે સતલાસણાના ધરોઈ ડેમ પૉતાની ભયજનક જળ સપાટી 622.01 ફુટે પહોંચી જતાં ડેમથી 2000 ક્યૂસેક પાણી છોડાયું છે. વધુંમાં જણાવાયું છે કે પાણી છોડવાની ક્ષમતા વધવાની શક્યતા હોવાથી નદી વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા જણાવાયું છે. તો ધરોઈ તંત્ર દ્વારા મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ અને ખેડા જિલ્લાને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની ભયજનક સપાટી 622 ફુટ છે જે હાલ 622.01 ફુટે પહોંચી જતાં ફરી ડેમથી પાણી છોડવું પડે એવી સ્થિતી ઉભી થઈ છે.