વલભીપુર પોલીસે બારપરા વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડા ₹10,760 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 16 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 6 વાગ્યે કરવામાં આવી હતી.વલભીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. મકવાણાની સૂચના હેઠળ પોલીસકર્મીઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બારપરા વિસ્તારમાં આવેલા બાવળની કાંટમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે,