સુરતમાં લગ્નની લાલચ આપી અલથાણની વિધવા મહિલા પાસેથી ૧૫ લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.આ મામલે આરોપી રાજ અને તેની બહેન કમલાબેન પ્રજાપતિ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાયો છે.અલથાણ-ભટાર રોડ પર રહેતી ૪૨ વર્ષીય વિધવા મહિલાના પતિનું ૨૦૧૪માં અવસાન થયું હતું.જાન્યુઆરી-૨૦૧૬માં એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી સંપર્ક થતાં રાજ ઉર્ફે રાજેશ ઇન્દ્રપાલ પ્રજાપતિ સાથે ઓળખાણ થઈ હતી.વાતચીત દરમિયાન બંને વચ્ચે ગાઢ મિત્રતા બની હતી.