ધારી તાલુકાના પરબડી ગામના પાટીયા પાસે મોડી રાત્રે રસ્તા પરથી પસાર થતા સિંહોનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહોનો સમૂહ એકસાથે રસ્તા પરથી પસાર થતો જોવા મળે છે.આ ઘટના ફરી એકવાર ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી હાજરી દર્શાવે છે. તાજેતરમાં આ વિસ્તારમાં સિંહોની મોટી સંખ્યા જોવા મળી રહી છે.