રત ગ્રામ્ય LCBએ માંડવીના ખેડપુર ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આ કાર્યવાહીમાં રૂ. 17.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ્તઓ રોકવા માટે પોલીસ સકિ્રય છે. LCB અને પેરોલ ફર્લો શાખાની ટીમો દ્વારા હાઈવે પર કડક નજર રાખવામાં આવી રહી હતી.