સેવા પરમો ધર્મ... આ વાક્યને ગોધરાનું એક ગ્રુપ સાર્થક કરી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલ સામે આવેલા સરદાર નગર ખંડ નજીક દર ગુરુવારે માનવતાનો મેળો ભરાય છે. અહીં કોઈ મોટું આયોજન નહીં, પણ ભૂખ્યાને ભોજન આપવાનું છેલ્લા ત્રણ વર્ષથી અવિરત ચાલી રહ્યો છે. ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આવેલ સરદાર નગર ખંડ પાસે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. ટ્રસ્ટના સંચાલક તોફિકભાઈ મલેક અને તેમની સમર્પિત ટીમ દ્વારા છેલ્લા