દાહોદ શહેરના સ્ટેશન પર મહિલા મોપેડ ચાલક મોપેડ પર એક બાળક અને એક મહિલાને બેસાડી ચાર થાબલા રોડથી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન મહિલાં મોપેડ ચાલકે મોપેડના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મહિલા મોપેડ ચાલક મોપેડ લઈ સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા પાણીના વાલ્વ માટે ખોદેલાં ચાર ફિટ ઉંડાં ખાડામાં પડવાની ઘટના બની હતી.મહિલા મોપેડ ચાલક મોપેડ બાઈક લઈ ખાડામાં પડતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા અને ખાડામાં પડેલ એક બાળક સહિત બે મહિલાઓને ખાડા માંથી બહાર કાઢી.