વડોદરા : ઉંડેરા વિસ્તારમાં આવેલા ઈસાનિયા સ્કાયબ્રિજ ફ્લેટમાં રહેતા લોકો ઝઘડો કરી રહ્યા હતા,જેઓને કમિટી મેમ્બર યુવક છોડાવવા માટે ગયો હતો.તે દરમિયાન આ કમિટી મેમ્બર યુવક સાથેજ લોકોએ ઝઘડો કર્યો અને ત્યારબાદ તેના પર હિંસક હુમલો પણ કરવામાં આવ્યો હતો.લોહી લુહાણ થયેલા કમિટી મેમ્બર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં ઘવાયેલા યુવકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.