ઉઢવણ પ્રાથમિક શાળા ખાતે 67 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી આ સ્થાપના દિવસની શાળાના શિક્ષક સ્ટાફ SMC ના સભ્યો,ગામના સરપંચ, વાલીઓ વડીલો, માતાઓ,બહેનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિતની હાજરીમા ઉજવવામાં આવ્યો હતો જેમા પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા બાલવાટિકા થી 8 મા ધોરણના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી જુદી જુદી 13 જેટલી કૃતિમા ભાગ લઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાયો હતો જેની માહિતી આજે મંગળવારના રોજ બપોરે 1 કલાકે મળવા પામી હતી