ધારીમાં શારીરિક પીડાથી. કંટાળી પુરુષે ગળાફાંસો ખાતા મોત થયું હતું. બનાવ અંગે નિતીનભાઇ હસમુખભાઇ કારેલીયા (ઉ.વ.૨૪) એ જાહેર કર્યા મુજબ, હસમુખભાઇ શીવલાલભાઈ કારેલિયા (ઉ.વ.૫૯)ને છેલ્લા બારેક વર્ષથી બન્ને પગ તથા કમરનો દુઃખાવો થતો હતો. જેથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ જતા મરણ પામ્યા હતા. ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.