લાલપુર: લાલપુરના નાદુરી ગામમાંથી જુગાર રમતા શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના લાલપુર નજીકના નાંદુરી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો ત્યારે નદીના કાંઠેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હમીર જેતાભાઈ કરંગીયા, ભુપત માંડણભાઈ વડાલીયા, બાબુભાઈ નાથાભાઈ કરંગીયા, પાલાભાઈ ગોગનભાઈ મારિયા, ધર્મેશ વલ્લભભાઈ સુરાણી, અને સોમાત વજશીભાઈ વરુની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,12,470 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી