સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક પ્રશંસનીય કામગીરી કરતા ૨૩ વર્ષ જૂના અપહરણ અને ખંડણીના કેસમાં નાસતા ફરતા આરોપીને તમિલનાડુથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૦૨માં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલા અઢી વર્ષના બાળકના અપહરણના ગુનામાં સંડોવાયેલો આરોપી ક્રિષ્ણા બાસો કેવટ આટલા લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.૨૫ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ ફરિયાદી દિનેશકુમાર બાબુલાલ શાહુના અઢી વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.