પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વનેસા દ્વારા અમલસાડી ગામમાં ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેપ્રોસી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં રોગ પ્રત્યે ભેદભાવ ન રાખવા તથા સમયસર સારવાર લેવા અંગે સંદેશો આપવામાં આવ્યા હતા. તે સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિર, અમલસાડી ખાતે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મધુકુમાર ઇન્ઝામુરીની ઉપસ્થિતિમાં રક્તપિત્ત (એનિમિયા) અંગે આઈ.ઈ.સી. કાર્યક્રમ યોજાયો, જેમાં રોગના લક્ષણો અને નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી