બોટાદ જિલ્લાના તુરખા ગામે મારામારીની ઘટના બની હતી જે મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા ફરિયાદમાં નોંધાવવામાં આવેલા શખ્સોને ઝડપી લેવાની માંગ કરી હતી. પરિવારને ન્યાય આપવાની માંગ સાથે પરિવારજનો અને આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરાય છે.