કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે સ્થિત ગધેડી ફળીયાના નાળા પરની ખુલ્લી ગટરની ચેમ્બર પાછલા ઘણા વર્ષોથી ટોલ હાઈવે અને પાલિકા તંત્રની ઘોર બેદરકારીનો વરવો નમૂનો બની રહ્યો છે. અગાઉ ઘણા સમયથી ખુલ્લી ચેમ્બરમાં એક ગાય પટકાતાં પાલિકાતંત્ર દ્વારા વર્ષ પહેલાં ત્યાં સેફ્ટીના ધોરણે લોખંડી જાળી બેસાડી હતી પરંતુ પાછલા એક વર્ષથી લોખંડી જાળી ગાયબ થઈ જતાં ખુલ્લી ચેમ્બર ભય સ્થાન ઉપરાંત ગંદકીનું પ્રદર્શન વધારી રહી છે.