વાંસણા ગામના સીમ વિસ્તારમાંથી એકાએક એક કપિરાજ રહેણાંક વિસ્તારમાં ધસી આવ્યો હતો. આ કપિરાજ એટલો આક્રમક હતો કે તેણે સામે આવતા લોકોને બચકા ભરવાનું શરૂ કર્યું હતું.જેમાં કુમુદબેન રમેશભાઈ પટેલ, તીર્થકુમાર સતિષભાઈ પટેલ અને મફતભાઈ નારણભાઈ પટેલને વાંદરાએ બચકા ભરતા ઈજાઓ પહોંચી હતી.આ હુમલાઓથી બચવા માટે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કપિરાજને પકડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવી રેસ્ક્યુ કર્યું હતું.