નડિયાદ: જિલ્લા માં તમામ તાલુકા માં આજે પોલીસ સફાડી જાગી સ્કુલવાન પર તવાઈ કરવામાં આવી
ખેડા જિલ્લામાં પોલીસ સફાડી જાગી સ્કૂલ વાન પર તવાઈ કરવામાં આવી. જિલ્લાના તમામ વિસ્તારમાં શાળા ખુલતા ની સાથે જ બાળકોની સલામતીનો પ્રશ્ન પોલીસને સતાવતો હતો. જિલ્લામાં ખાસ ડ્રાઇવ યોજી નિયમનો ભંગ કરતા કુલ 26 સ્કૂલ વાહનોને ડિટેઇન કર્યા. ચાર વાહન ચાલકો સામે દંડ વસૂલ કરવામાં આવ્યો. નડિયાદ સાહિત્ય સમગ્ર જિલ્લામાં સ્કૂલ વાહનોની બોલબાલા છે. ઘણા સ્કૂલના સંચાલકો દૂરથી સ્કૂલના બાળકોને લાવવા માટે પોતાના વાહનો નો ઉપયોગ કરતા હોય છે.