ધરમપુર: પીએમશ્રી EMRSના વિદ્યાર્થી ચૈતન્ય વર્માએ 4th EMRS નેશનલ સ્પોર્ટ્સ મીટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
મંગળવારના સાડા પાંચ કલાકે અખબારી યાદી વલસાડ માહિતી વિભાગે આપેલી વિગત મુજબ ધરમપુરના માલનપાડા સિ્થત પીએમશ્રી EMRS (એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલ)ના ધો.૮ ના પ્રતિભાશાળી વિદ્યાર્થી ચૈતન્ય વર્માએ ઓરિસ્સા ખાતે યોજાયેલી 4th EMRS| નેશનલ સ્પોર્ટ્સ મીટમાં ઉત્તમ પ્રદર્શન કરી CHESS U-14| માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેમની આ સિદિ્ધથી સમગ્ર શાળા પરિવાર તથા ધરમપુર તાલુકાના નગરજનોમાં આનંદ| સાથે ગર્વનો માહોલ સર્જાયો છે.