ઉધના: સુરતના કાપોદ્રામાં રિલેશન નહિ રાખે તો સ્યુસાઈડની ધમકી આપનાર પૂર્વ પ્રેમી ઝડપાયો
Udhna, Surat | Nov 25, 2025 સુરતના વરાછાની ૨૧ વર્ષીય યુવતી લેબ ટેક્નિશિયન છે. વર્ષ ૨૦૨૩માં જ્યાં ભાડેથી રહેતી હતી ત્યાં રહેતી યુવતીને ત્યાં તેનો માનેલો ભાઈ ધવલ મેરજા રહેવા આવ્યો હતો. તે વખતે ધવલ સાથે યુવતી પણ પરિચયમાં આવી હતી. બાદમાં બંને ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બન્યા હતા. બંનેએ એકબીજાને મોબાઇલ નંબરની પણ આપ-લે કરી હતી. તેઓ વચ્ચે વોટ્સએપ તથા ફોન પર પણ સતત વાતચીત થતી હતી. મહિના પહેલાં ધવલ મેરજાની દારૂ સહિતની અન્ય કુટેવો બાબતે યુવતીને જાણ થઇ હતી.