દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આગમન અને ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના મંગલ અવસરને અનુલક્ષીને ધ્રાંગધ્રા શહેરમાં વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે આ પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા સ્થિત પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસીય અખંડ મંત્ર જાપનું આયોજન કરાયું છે.