વંથળી: શહેરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં યુવકની નિર્મમ હત્યા,ભલાયશા દરગાહના પરિસરમાં યુવકની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ
વંથલી શહેરમાં મોડીરાત્રે યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે.પવિત્ર ભલાયશા દરગાહના પરિસરમાં હત્યાને અંજામ અપાયો છે.તાજીમ સોઢા નામના આશરે 30 વર્ષીય યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો.6 થી 7 લોકોએ હત્યાને અંજામ આપ્યો છે.અંગત અદાવત માં યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.છરી,લોખંડના પાઇપ સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ છે.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.