લીલીયા: લીલીયામાં આમ આદમી પાર્ટીની ગર્જના — સરપંચ વિરુદ્ધની રજૂઆતોના નિકાલ માટે તંત્રને અલ્ટિમેટમ
Lilia, Amreli | Dec 3, 2025 લીલીયા તાલુકાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગ્રામ પંચાયતના સરપંચ સામે થયેલી રજૂઆતોનું નિરાકરણ ન મળતા આજે લીલીયા તાલુકા પંચાયત ખાતે ટીડીઓ સાહેબને રજૂઆત કરી. અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીડીઓ કચેરી તરફથી કોઈ જવાબ પ્રાપ્ત ન થતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી તથા ટીમે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી.