તિલકવાડા: ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યો
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં રહેલા તૈયાર પાકને મારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ સમસ્યાને લઈ આજે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોના દેવા માફ કરવા માટે માંગ કરવામાં આવી હતી.