સુરતના શહેરના વરાછા વિસ્તારમાં રહેતી કિશોરીને વરાછામાં જ રહેતા યુવકે સાડીના ખાતામાં કામ કરવાની લાલચ આપી તેમને નોકરી પર લઈ ગયો હતો. જ્યાં તેમણે બળજબરી થી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી અને જો આ વાતની જાણ કોઈને કરશે તો તેમને સગા સંબંધીઓમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી આ બનાવમાં ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.