તા. 29/12/2025, સોમવારે સવારે વટામણ - ધોલેરા હાઇવે પર મોટી બોરૂ નજીક ઢાઢી પુલ ઉપરથી ભડીયાદ જતા વડોદરાના પદયાત્રીઓને પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતના બનાવમાં એક મહિલા પદયાત્રીનું મોત નિપયુ હતું અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.