ધ્રોલ: ધ્રોલમાં ખાડાનું સામ્રાજ્ય, તંત્રનું ભેદી મૌન
Dhrol, Jamnagar | Sep 10, 2025 જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રોડ રસ્તાની હાલત કફોડી બની છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની હાલત બિસ્માર હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે તેમજ ખાડા વાળા રોડના કારણે અનેક વખત અહીં અકસ્માત પણ સર્જાયા છે.