ભુજ: દાઝી જવાના કારણે વૃધ્ધ મહિલાનું મોત
Bhuj, Kutch | Nov 20, 2025 શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ મિત્ર નિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મહિલાનું દાઝી જવાના કારણે મોત થયું હતુ.આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી.આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ, 83 વર્ષીય નિર્મલાબેન અમરીશ ત્રિવેદીપોતાના ઘરે હતા અને દિવાબત્તી કરતા હતા એ દરમિયાન દાઝી ગયા હતા જેઓને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી હતી.