તળાજા: ધારડી ગામના પાટીયા પાસે રિક્ષા પલટી ખાઈ જતા 13 જેટલા લોકોને નાના મોટી ઈજાઓ પહોંચી
તળાજા થી ભાવનગર જતા હાઇવે ઉપર આજે રાત્રીના સમય દરમિયાન ગંભીર અકસ્માત થયેલ હોવાની ઘટના સામે આવી છે આ અંગે આજે રાત્રિના એક વાગ્યે હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ કેટલાક લોકો રીક્ષા લઈને બગદાણા તેમજ માતાજીના મઢે દર્શન માટે લોકો ગયા હતા તે આજે રાત્રિના સમય દરમિયાન પરત ફરતી વખતે તળાજા થી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામના પાટીયા નજીકના વિસ્તારમાં કોઈ અજાણ્યા ફોરવીલ ચાલકે ટલ્લો મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી