મહુવા પોલીસ નાઈટ પેટ્રોલિંગ ફરજ કરી રહી હતી તેવા સમયે તેઓને બાતમી મળી હતી કે બુટવાડા ગામે આવેલ ભવાની ફળીયા પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ અમુક ઇસમો ગંજીપાના નો નાણાંકીય હારજીત ની જુગાર રમી રહ્યા છે. વિવિધ પંચો ને સાથે રાખી પોલીસ રેડ કરી કોર્ડન કરતા ત્રણ યુવકો નામે ધર્મેશ હરસિંહ ઓડ રહે. નિવાસી શાળા પાછળ, મહુવા, અરવિંદ બચુ નાયકા તથા રાહુલ અવિનાશ પટેલ બન્ને રહે. પારસી ફળીયા,અલઘટ,તા.મહુવા ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં સફળતા મળી હતી.