મૂળી તાલુકાના સરલા ગામે બસ સ્ટેન્ડ નજીક બે શખ્સો અધિકારી તથા કર્મચારીઓની રેકી કરી વોટ્સએપ ગ્રુપમાં માહિતી પહોંચાડતા હોવાની બાતમીને આધારે મૂળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા વલ્લભભાઈ કાળુભાઇ ખાંભલા તથા લાલજીભાઈ દેવશીભાઈ ખાંભલાને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.