ચોકબજારમાં મહિલા વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદી છેતરપિંડી કરનાર બે વર્ષે ઝડપાયો,પોલીસે કાર્યવાહી હાથ ધરી
Majura, Surat | Dec 14, 2025 વર્ષ 2023 માં ચોકબજાર વિસ્તારમાં ગ્રે કાપડના માલ નું ઉત્પાદન કરતી મહિલા વેપારી બિજલ ગાંધી પાસેથી શીતલ મુન્ના અગ્રવાલ અને જીગ્નેશ મૈસૂરિયાએ મહિલા વેપારી બીજલબેન ગાંધીનો વિશ્વાસ અને ભરોસો કેળવી રૂપિયા 2.94 લાખનો ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીધો હતો.જેનું પેમેન્ટ સમય મર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો.સમય મર્યાદ વીત્યા બાદ પણ પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી.જે અંગે ચોકબજાર પોલીસ ચોપડે ગુનો નોંધતા ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.