તળાજા: માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના વાહનોની લાંબી લાંબી કતારો લાગી
ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં જ્યારથી ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી ધીમી ગતિએ ડુંગળીની આવકમાં વધારો થતો ગયો હતો અને છેલ્લા થોડા દિવસ દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો થયો છે અને તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં પણ વધારો થયો છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અને ડુંગળીના ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે