મોરબી: મોરબીના બેલા (રંગપર) ખાતે રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત
Morvi, Morbi | Nov 16, 2025 મોરબીમાં બેલા(રંગપર) ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તકના રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.