મુળી: ગઢડા ગામે પાંચ વર્ષ પૂર્વે બનાવેલા શૌચાલયમાં કૌભાંડની આશંકા
મૂળી તાલુકાના ગઢડા ગામે પાંચેક વર્ષ પૂર્વે બનાવેલા શૌચાલયોનું માત્ર બાંધકામ કરી ખારકુવા વગર શૌચાલયો ઊભા કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિક કિશોરભાઈ સોળમિયા દ્વારા વિડિયો મારફતે જાહેર કર્યું હતું.