પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં જાહેર રસ્તા પરના ગેરકાયદે દબાણોએ હવે નિર્દોષ બાળકોના શિક્ષણ અને સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. તાજેતરમાં ગામની પ્રાથમિક શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને લેવા માટે આવેલી લક્ઝરી બસ ગેરકાયદે દબાણોને કારણે શાળા સુધી પહોંચી જ શકી ન હતી. પરિણામે, નાના ભૂલકાઓને વહેલી સવારે હાડ થીજવતી ઠંડીમાં ભારે સામાન સાથે લાંબુ અંતર કાપી