જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરની પ્રતિક્રિયા સામે આવી છે.ભેસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે VCE દ્વારા મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડ સેટિંગ કરી સરકારી કૃષિ સહાય ના ફોર્મ અપડેટ કરી કૌભાંડ આચર્યા ના આક્ષેપ મામલે પ્રતિક્રિયા આપી છે.જિલ્લા કક્ષાએથી તપાસના આદેશ અપાયા છે. તપાસના અંતે તથ્ય જણાશે તો ચોક્કસ પણે કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે.