ગણદેવી: બીલીમોરાના તલોધ પટેલ ફળીયામાં દીપડા હોવાની આશંકા: વનવિભાગે પાંજરું મુકીને કાર્યવાહી શરૂ
બીલીમોરાના તલોધ પટેલ ફળીયામાં દીપડો દેખાવાની આશંકાથી સ્થાનિકોમાં ભયનું માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પ્રજાએ ગણદેવી રેન્જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને લોકોમાં ભય દૂર થાય તેમજ સંભવિત જોખમ ટળી શકે તે હેતુસર ફળીયામાં પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલ વનકર્મીઓ પરિસ્થિતિ પર નજર રાખી અસરકારક રીતે મોનિટરિંગ કરી રહ્યા છે.