પાલીતાણા: પાલીતાણા સરકારી પશુ ડોક્ટર દ્વારા શ્વાનની સારવારમાં બેદરકારી કરી હોવાનો SPCA મેમ્બરનો આક્ષેપ
પાલીતાણા ખાતે એક કૂતરીની પ્રસુતિ દરમિયાન પશુ સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. SPCA સભ્ય ભરતભાઈ એમ. રાઠોડે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને ભાવનગર જિલ્લા પશુપાલન શાખાને લેખિતમાં જાણ કરી છે.રાઠોડના જણાવ્યા અનુસાર, કાર્યકર્તા દ્વારા જાણ કર્યા પછી પણ પાલીતાણા પશુ દવાખાનાના ડૉક્ટરે તરત સારવાર ન આપતાં કૂતરીને ભારે પીડા સહન કરવી પડી. એનિમલ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી છતાં સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ છે.