જૂનાગઢ: દુબળી પ્લોટ માં આધેડનું તાંત્રિક વિધિ કરવાના આશય થી અપહરણ, આરોપીની ધરપકડ, ડીવાયએસપીએ માહિતી આપી
જૂનાગઢમાં દુબળી પ્લોટમાં રહેતા અને મજુરી કામ કરતા એક આધેડનું એક શખ્સે તાંત્રિકવિધિ કરવાના આશયથી અપહરણ કરી નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરીને એક અવાવરું જગ્યાએ ગોંધી રાખ્યો અને ઠાઠડીમાં દોરડા વડે બાંધીને અર્ધ નગ્ન હાલતમાં ગુપ્તાંગમાં ડામ આપીને માર મારીને માથાના વાળ ખેંચી લીધાની ઘટના પોલીસ દફતરે નોધાતા પોલીસે ગુનો નોધીને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.