ગોધરા: જિલ્લા પંચાયત સરકારી ક્વાર્ટર્સની દયનીય હાલત, જર્જરિત દીવાલો વચ્ચે જીવના જોખમે રહેતા સરકારી કર્મચારીઓ
ઈમારત પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય, દીવાલોમાં મોટી તિરાડો; નજરે પડી રહી છે તંત્રની ઘોર બેદરકારીથી ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટનાગોધરા ખાતે આવેલ પંચમહાલ જિલ્લા RNB પંચાયત હસ્તકના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા વર્ગ ૨ અને ૩ ના કર્મચારીઓ હાલ અત્યંત ભયજનક સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. સરકારી ઈમારતોની જાળવણીના અભાવે ક્વાર્ટર્સની હાલત બદતર બની ગઈ છે, છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ઈમારતો પર જાણે કુદરતનું 'આક્રમણ' તે