સુરતના અમરોલીમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાવનાર બે અસામાજિક તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે. કોલેજ બહાર નિર્દોષ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડી 'હીરો' બનવા નીકળેલા યુવકોનો પોલીસ સ્ટેશન પહોંચતા જ તમામ નશો ઉતરી ગયો હતો.અમરોલી કોલેજ પાસે જ્યારે વિદ્યાર્થીઓ શાંતિથી ઉભા હતા, ત્યારે બાઈક પર બે યુવકો ધસી આવ્યા હતા. આ શખ્સો પાસે પોલીસ જેવો દેખાતો એક ડંડો હતો. કોઈપણ કારણ વગર આ શખ્સોએ ત્યાં ઉભેલા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કર્યું હતું.