ગુજરાત માં મહેસાણા જિલ્લા માં માતા મરણ નું પ્રમાણ સવિશેષ છે અને તેને ધ્યાન માં રાખી ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સૂચન કરવા માં આવ્યું છે.મહેસાણા જિલ્લા માં સગર્ભા માતાઓનું મરણ અટકાવવા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ એ ખાસ આયોજન કર્યું છે.મહિલાઓનું સગર્ભાવસ્થા દરમ્યાન મોત ના થાય અને પુરી કાળજી લેવા માં આવે અને આયોજન પૂર્વક સારવાર આપવા માં આવે એ માટે જિલ્લા માં કુલ 4 હોસ્પિટલો પસંદ કરાઈ છે