ધ્રાંગધ્રા: શહેરમાં સોની વેપારી પાસે મંદિરમાં દાનના બહાને ભેજાબાજ 100 ગ્રામ સોનાની લગડીઓ લઈ છેતરપિંડી કરી ફરાર
ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલા એક સોનીના વેપારી સાથે 100 ગ્રામ સોનાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ભેજાબાજે સ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના બહાને વેપારી પાસેથી 13.47 લાખની કિંમતની સોનાની લગડીઓ પડાવી લીધી હતી જેમાં ધાંગધ્રા સીટી પોલીસમાં ફરિયાદ નોંધ પોલીસે વધુ તપાસ હાથ ધરી..