શહેરના થોધારોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા આડોડીયાવાસમાં એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પૂર્વ બાતમીના આધારે નવીન મોહનભાઈ રાઠોડના ભોગવટાના રહેણાક મકાને તપાસ કરતાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ સીલપેક બોટલ નંગ–૯૬ તથા બીયરના ટીન નંગ–૪૮ મળી આવ્યા હતા. કુલ રૂ.૨૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.