નડિયાદ: સલુણ ગામમાં થી જુગાર રમતા ચાર જુગારીઓ ને એલસીબી એ ઝડપી પાડ્યા.
ખેડા જિલ્લા એલસીબી પોલીસે સલુણ વિસ્તારમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા. જિલ્લા એલસીબી પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી ના આધારે સલુણ ગામમાં ભાથીજી વાળું ફળિયામાં મંદિરની સામે ખુલ્લામાં પાના પત્તાનો જુગાર રમતા ચાર જેટલા જુગારીઓને 15090 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.