સુરતના વરાછા, પ્રમુખ સ્વામી બ્રીજ નીચેથી પોલીસે એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા ૯૧ હજારની મત્તાનો ગાંજા કબજે કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ ગાંજાનો જથ્થો આપનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે વિશાલ સચીન આત્મારા સુર્યવંસી ને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા ૯૧,૫૦૦ની કિંમતનો ૧.૮૩૦ કિલોગ્રામ ગાંજો, રોકડા ३३६० અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૯,૮૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.