ગોધરા: પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે ત્રણ ગુનાઓમાં વોન્ટેડ આરોપીની જહુરપુરા શાકમાર્કેટમાંથી અટકાયત કરી
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે સફળ કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષથી ગોધરા તથા અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગોધરા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુન્હામાં નાસતો ફરતો આરોપી રમીઝ ઇશ્ફાક દુર્વેશ ઉર્ફ દુર્ગાને ઝડપી લેવામાં આવ્યો છે. ASI નરેન્દ્રસિંહ જયરામસિંહને મળેલી બાતમીના આધારે જહુરપુરા શાક માર્કેટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીને આગળની કાર્યવાહી માટે ગોધરા રેલ્વે પોલીસને સોંપાયો છે.